No Video Available
No Audio Available
ગર્ભગૃહ (ગર્ભનું સ્થાન) અને શૂન્યતા: શું સંબંધ છે?

જેમ મંદિરમાં ‘ગર્ભગૃહ’ એ દૈવી તત્વનું નિવાસસ્થાન છે, તેમ આપણા અંતરમાં રહેલી ‘શૂન્યતા’ એ સ્થાન છે જ્યાં દૈવી તત્વ બિરાજમાન હોય છે.
શૂન્યતા એ મનથી પર છે, દ્વૈતભાવથી પર છે અને તેથી સંસારની નકારાત્મકતાઓથી પણ પર છે.
તે પવિત્રતા અને નિર્દોષતાથી પરિપૂર્ણ છે.
જ્યારે આપણે શૂન્યતા (ગર્ભગૃહ) માં પ્રવેશ કરીએ છીએ, ત્યારે તાજગી અને નવજીવન પામીને બહાર આવીએ છીએ.
આપણા મનની મલિનતા ધોવાઈ જાય છે અને આપણું રૂપાંતર થાય છે.
જે અંદર જાય છે તેનું અસ્તિત્વ વિલીન થઈ જાય છે અને એક નવું વ્યક્તિત્વ બહાર આવે છે.
અને તેથી જ તેને ‘ગર્ભ’ કહેવામાં આવે છે, જ્યાં આપણો પુનર્જન્મ થાય છે.
શૂન્યતાના મહત્વને સમજવામાં સૌથી મોટો અવરોધ એ વાતને ન સમજવી તે છે કે ‘શૂન્યતા’ (nothingness) એ માત્ર ખાલીપો નથી; શૂન્યતા એ સ્વયં શૂન્યતાથી જ ભરેલી છે; શૂન્યતા એ તેનો સહજ સ્વભાવ છે.
જેમ આકાશનો સ્વભાવ શૂન્યતા છે જેમાં વાદળો વિહાર કરી શકે છે, તેમ આપણે પણ તે શૂન્યતા છીએ જેના અવકાશમાં સંસાર વહે છે.
આપણે તે મૌન છીએ જેમાં શબ્દો રમે છે.
જે શૂન્યતા તમને આપી શકે છે, તે કલહ કરતા વાદળો આપી શકતા નથી.
જે મૌન તમને આપી શકે છે, તે શબ્દો આપી શકતા નથી.
અંતરના મૌનને અનુભવો; મૌનમાં સ્થિર રહો; મૌન એ જ ઈશ્વરત્વ છે.
No Question and Answers Available